વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

  વિદાય સન્માન સમારોહ : ખેરગામ મિશન ફળિયાનાં મુખ્ય શિક્ષકશ્રી અરવિંદભાઈ ગરસિયાની વિદાય.

ખેરગામ |તારીખ :30-11-2024

શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકોનો પાઠ નહિ, પરંતુ જીવનમૂલ્યો અને સંસ્કારોનો વારસો. એક એવા શિક્ષકને યાદ કરવા જઇ રહ્યા છીએ, જેઓએ પોતાના જીવનના ૩૪ વર્ષ આ યજ્ઞમાં સમર્પિત કર્યા.

શ્રી અરવિંદકુમાર ગરાસિયાનો જન્મ મોજે નારણપોર, તાલુકો ખેરગામમાં થયો. ધોરણ 1થી 5નું પ્રાથમિક શિક્ષણ નારણપોર પ્રાથમિક શાળામાં, ધોરણ 6થી7 ઉચ્ચતર પ્રાથમિક શિક્ષણ પીઠા પ્રાથમિક શાળા તા. જિ.વલસાડ અને માઘ્યમિક શિક્ષણ જનતા માઘ્યમિક શાળા ખેરગામ ખાતે મેળવ્યું.

 અભ્યાસજીવનમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ અને સંસ્કારોએ તેમનાં શિક્ષક બનવાના સપનાને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 

તેઓએ ખેડા જિલ્લાની ઠાસરા તાલુકાની ભદ્રાસા પ્રાથમિક શાળામાં 1990માં પ્રથમવાર શિક્ષક તરીકે પગથિયો પગ રાખ્યો અને પોતાના કર્તવ્યને નમ્રતાપૂર્વક નિભાવી. 

ત્યાં તેમણે 11 વર્ષ ફરજ બજાવી જિલ્લા ફેર બદલીથી તારીખ 15-06-2001નાં દિને નવસારી જિલ્લા ખેરગામ તાલુકાની મિશન ફળિયા પ્રાથમિક શાળા ખેરગામ ખાતે હાજર થયા હતા. આ શાળામાં તેમણે 23 વર્ષ ફરજ બજાવી છેલ્લા 2 વર્ષ બાકી હોય સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. આમ, તેમણે કુલ  34 વર્ષ ફરજ બજાવી. જે તેમના શારીરિક સમસ્યાને ધ્યાને લઈ શાળાનાં બાળકોના હિતમાં નિર્ણય લીધો હતો. આ શાળામાં તેમણે 24 વર્ષમાં 1 દિવસ બાદ કરતાં તેઓ 9:30 કલાકે અચૂક શાળામાં પહોંચી જતા હતા. અને સાંજે 5:30 કલાક પછી જ શાળામાંથી નીકળતા, એ  તેમનો નિત્ય ક્રમ બની ગયો હતો. કેજ્યુઅલ રજા તેમણે અશુભ પ્રસંગો સિવાય અને માંદગી સિવાય ભોગવી નથી. વેકેશન અને રજાના દિવસોમાં હોસ્ટેલમાં રહેતા બાળકોના વાલી મુલાકાત લેતા. 

ખેરગામની મિશન ફળિયા પ્રાથમિક શાળામાં 90 ટકા બાળકો હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે જે ડાંગ ધરમપુર અને કપરાડા વિસ્તારના આદિવાસી બાળકો. જ્યારે ગામનાં ફક્ત 10 ટકા આદિવાસી બાળકો આ શાળામાં અભ્યાસ કરે છે. જેથી આ શાળાનાં આચાર્યની જવાબદારી બીજી શાળાનાં આચાર્ય કરતા વિશેષ નિભાવવી પડે છે.જેમાં શ્રી અરવિંદભાઈ ગરાસિયા સફળ રહ્યા. ભલે તેમને એવોર્ડ મળ્યો ન હોય પરંતુ તેમનું સ્થાન ગરીબ આદિવાસી બાળકો અને તેમના વાલીઓના દિલમાં કાયમ માટે સ્થાન મેળવ્યું છે.તેમજ ગામનાં લોકોમાં અને શિક્ષકોમાં પણ તેમની છાપ એક આદર્શ શિક્ષક તરીકેની રહી છે. 

તેઓ આ  વિસ્તારના સ્વામિનારાયણ સંપ્રદાયનાં સાચા સેવક તરીકે સેવા આપે છે. તેમનામાં ના કોઈ દંભ, દેખાવડો કે ન મોટાઈ મારવના ગુણ. ફક્ત ને ફક્ત સેવા કરવી એ તેમનો જીવન મંત્ર હતો, પછી તે શિક્ષણ, સામજિક, ધાર્મિક કે માનવસેવા રૂપે હોય તેઓ પૂરી નિષ્ઠાથી નિભાવી છે ને નિભાવતા રહેશે.


શાળાના મુખ્ય શિક્ષક તરીકે મિશન ફળિયા પ્રાથમિક શાળામાં તેમની ફરજનું નિભાવવું માત્ર એક જવાબદારી નહિ, પરંતુ જીવનધર્મ બની ગયો. બાળકોના સર્વાંગી વિકાસ માટે તેઓએ ઇનોવેટિવ અભિગમ અપનાવ્યો. વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામીણ સમાજ સાથે ઊંડો નાતો બાંધીને શાળાના વિકાસ માટેના પ્રયત્નો કરી શાળાને નવી ઊંચાઈઓએ પહોંચાડી.

નિવૃત્તિએ એક અંત નથી, તે નવી શરૂઆત છે. શ્રી ગરાસિયા હવે સામાજિક અને શૈક્ષણિક કાર્યોમાં વધુ સમર્પિત રહી માનવતાના મહેકને પ્રસરાવશે. તેમનું જીવન એક પથદર્શક બની રહ્યું છે.

આ વિદાય સન્માન સમારોહમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ઈનચાર્જ ખેરગામ કેળવણી નિરીક્ષકશ્રી પ્રશાંતભાઇ પટેલ, ખેરગામ બી. આર.સી. શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ, ચીખલી/ખેરગામ ટીચર સોસાયટીના ઉપ પ્રમુખશ્રી મનોજભાઈ પટેલ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ શિક્ષક સંઘના પ્રમુખશ્રી ફતેસિંહ સોલંકી, નિવૃત કેન્દ્ર શિક્ષક તથા ખેરગામ જનતા કેળવણી કેળવણી મંડળના પ્રમુખશ્રી અને ટ્રસ્ટીશ્રી અરવિંદભાઈ પટેલ, નિવૃત શિક્ષકોમાં ઉદયસિંહ સોલંકી, ઉપેન્દ્રભાઈ વણકર, સુમનભાઈ પટેલ તથા સુશીલાબેન પટેલ, આચાર્યશ્રીઓ, શિક્ષકો, ગામનાં અગ્રણી આગેવાનો, કુટુંબીજનો, મિત્રમંડળ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી તંદુરસ્તમય જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી.

શુભકામનાઓ

પરમકૃપાળુ પરમાત્મા તેમને સુખમય અને તંદુરસ્ત જીવન આપી વધુ શ્રેષ્ઠ કાર્યો માટે પ્રેરણા આપે.

Comments

Popular posts from this blog

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારે જિલ્લામાં Tobacco Free Youth Campaign 2.0નો શુભારંભ કરાયો