Khergam: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

 Khergam: ખેરગામ જનતા માઘ્યમિક શાળામાં રક્તદાન કેમ્પ યોજાયો.

તારીખ :૨૦-૦૭-૨૦૨૪નાં  રોજ રોટરી ક્લબ ઓફ ચીખલી રિવરફ્રન્ટ અને વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામ સંચાલિત જનતા માધ્યમિક શાળા,ખેરગામ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુક્લા, રોટરી ક્લબ ઓફ ચીખલી રિવર ફ્રન્ટ ના પ્રમુખશ્રી મનોજભાઈ શાહ,શ્વેતલભાઈ, હસનભાઈ અને શ્રી જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ,ઉપપ્રમુખ શ્રી શૈલેષભાઈ ટેલર અને પ્રશાંતભાઈ, ચેરમેન શ્રી શશીકાંતભાઈ મંત્રી શ્રી મુસ્તાનશીર વોહરા અને મંડળના સર્વ હોદ્દેદારશ્રીઓ,આચાર્યશ્રી ચેતનભાઇ અને શાળા પરિવાર દ્વારા રક્તદાન કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. ધારાસભ્યશ્રી નરેશભાઈ, તાલુકા પંચાયતના ખેરગામના પ્રમુખશ્રી રાજેશભાઈ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી લીનાબેન, ખેરગામના સરપંચ શ્રીમતી ઝરણાબેન, ઉપસરપંચ શ્રી જીગ્નેશભાઈ,  પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ભીખુભાઈ, મામલતદાર ખેરગામ શ્રીદલપતભાઈ તેમજ ગામના અગ્રણીઓ દ્વારા  રક્તદાન સ્થળની મુલાકાત લેવામાં આવી. સદર રક્તદાન કેમ્પમાં 29 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું. ખેરગામ જેવા આદિવાસી તાલુકામાં રક્તદાન માટે લોકો જાગૃત થાય અને લોકો રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત બને એવા પ્રયત્નો શ્રી જનતા કેળવણી મંડળ ખેરગામના સર્વ હોદ્દેદારશ્રીઓ અને શાળા પરિવાર દ્વારા થઈ રહ્યા છે.













Comments

Popular posts from this blog

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

Navsari news : નવસારી ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૩મી જન્મ જયંતી ઉજવાઇ.

Navsari District|Taluka chikhli|khergam|Vansda|Navsari|Jalalpor|Gandevi |Villages |નવસારી જિલ્લાનાં ચીખલી, ખેરગામ, વાંસદા, નવસારી, જલાલપોર,અને ગણદેવી તાલુકાના ગામો.