Khergam brc bhavan: ખેરગામ બી.આર.સી.ભવન ખાતે"મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉજવણી કરવામાં આવી.

        

Khergam brc bhavan: ખેરગામ બી.આર.સી.ભવન ખાતે"મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉજવણી કરવામાં આવી.

દર વર્ષે 28 મે ના રોજ માસિક સ્વચ્છતા દિવસ (MH Day) ઉજવવામાં આવે છે. આ તારીખ એ દર્શાવે છે કે મહિલાઓની 28 દિવસ એ માસિક ચક્રની સરેરાશ લંબાઈ છે અને સ્ત્રીઓનું માસિક સ્ત્રાવ સરેરાશ 5 દિવસ હોય છે, એટલા માટે 5 માં મહિનામાં 28 તારીખે માસિક સ્વચ્છતા દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ સરકારી સંસ્થાઓ, બિન સરકારી સંસ્થાઓ તથા ખાનગી સંસ્થાઓ તમામ સાથે મળીને સમાજમાં જાગૃતિ લાવવાનો છે.

જેમાં માસિક સ્ત્રાવની વિશે મૌન તોડવા અને સંબંધિત ગેરમાન્યતા અને શરમને દૂર કરવા,મહિલાઓ અને કિશોરીઓના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે માસિક સ્ત્રાવની સ્વચ્છતા વ્યવસ્થાપનના મહત્વ વિશે જાગૃતિ કેળવવી,માસિક સ્વચ્છતા સંબંધિત વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવી.

 ગુજરાતની પરિકલ્પના એવી છે કે માસિક સ્ત્રાવ સંબંધિત ગેરમાન્યતા અને શરમ એ ઇતિહાસ હશે અને ગુજરાત એક એવું રાજ્ય હશે જ્યાં દરેક મહિલા અને કિશોરીઓ માસિક સંબંધિત જરૂરી ઉત્પાદનો, શિક્ષણ અને સંબંધિત વ્યવસ્થાઓનો ઉપયોગ કરી શકશે. 

રેડ ડોટ ચેલેન્જ- રેડ ડોટ ચેલેન્જ એ પુરુષો, સ્ત્રીઓ, છોકરાઓ અને છોકરીઓને પીરિયડ્સ/માસિક સ્ત્રાવ, માસિક સ્ત્રાવની સ્વચ્છતા વિશે કોઇપણ નિષેધ/શરમની લાગણી વગર વાત કરવા પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ છે. માસિક સ્ત્રાવના પ્રતીક તરીકે દરેક પોતાના હાથ પર લાલ ટપકું બનાવે.

માસિક બ્રેસલેટ - માસિક બ્રેસલેટમાં 28 મણકા હોય છે જેમાંથી 5 લાલ હોય છે (28 = ચક્રની સરેરાશ અવધિ; 5 = રક્તસ્રાવના સરેરાશ દિવસો) જાગૃતિ ફેલાવવા માટે માસિક બ્રેસલેટ બનાવી દરેક પહેરે અંગે જાગૃતિ લાવવાનો સરકારશ્રીનો નમ્ર પ્રયાસ છે.

 આ સાથે સામેલ મુખ્ય સંદેશાઓ (Key Messages) ની  brc ભવન ખેરગામ ખાતે crc અને brc જોડે ભેગા મળી ચર્ચા વિચારણા કરવામાં આવી અને આ માહિતી તાલુકાની તમામ શાળાઓમાં શાળાના વોટ્સએપ જૂથોમાં પ્રસારિત કરવામાં  આવ્યા જેનો ઉપયોગ કરીને કિશોરીઓ, છોકરાઓ અને શિક્ષકો તેમના પરિવારો અને સમુદાયો વચ્ચે આ સંદેશાઓની ચર્ચા કરી શકે છે.

Comments

Popular posts from this blog

નવસારી ખાતે નારી વંદન સપ્તાહની ઉજવણી અંગેની બેઠક યોજાઇ.

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

યુવાનોને તંબાકુ મુક્ત પેઢી તરફ દોરવા નવસારે જિલ્લામાં Tobacco Free Youth Campaign 2.0નો શુભારંભ કરાયો