ખેરગામ કોલેજની પ્રભાવશાળી સિદ્ધિ: રાજ્યની 116 કોલેજમાંથી ત્રીજું સ્થાન ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 માટે રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદ (NAAC) ની એકિડિએશન પ્રક્રિયામાં ભાગ લેવાની ફરજિયાત સૂચના આપવામાં આવી હતી. આ ક્રમમાં રાજ્યની 116 સરકારી કોલેજોએ પોતાનું SSR (Self-Study Report) સબમિટ કર્યું, જેમાં ખેરગામની સરકારી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજે ઉત્તમ પ્રદર્શન કરીને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો. મૂલ્યાંકન પ્રક્રિયા અને NAAC રેટિંગ 21 અને 22 જાન્યુઆરી 2025ના રોજ પિયર ટીમે ખેરગામ કોલેજની મુલાકાત લીધી હતી. મૂલ્યાંકન દરમિયાન કોલેજની શૈક્ષણિક પ્રગતિ, પરિણામ, માળખાકીય સુવિધાઓ, સ્પોર્ટસ, મહિલા વિકાસ, શિક્ષણ પદ્ધતિ, સંશોધન, લાઈબ્રેરી, ગ્રીન કેમ્પસ, કેન્ટીન, હોસ્ટેલ સુવિધાઓ, શ્રેષ્ઠ પ્રયોગો અને સામાજિક સેવાઓ જેવા વિવિધ પાસાઓ પર વિશ્લેષણ કરવામાં આવ્યું. આ તમામ મુદ્દાઓના મૂલ્યાંકન બાદ, ખેરગામ કોલેજને NAAC બેંગ્લોર દ્વારા પ્રતિષ્ઠિત 'B+' ગ્રેડ (2.72 CGPA) પ્રાપ્ત થયો. રાજ્યની 116 કોલેજોમાંથી ટોચની 5 સરકારી કોલેજોમાં સ્થાન મેળવનાર આ કોલેજ ત્રીજા ક્રમે રહી. ટ...
ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, હાલ ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, ગણદેવી તાલુકાનાં આજુબાજુના વિસ્તારોમાં શેરડીનો પાક પુષ્કળ થતો હોવાથી ગણદેવીમાં ખાંડ બનાવવાનુ કારખાનું આવેલું છે. ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઇ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલિયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે. ગણદેવી તાલુકામાં ધોલાઈ બંદર આવેલ છે દરિયા કિનારા વિસ્તારમાં લોકો માછીમારી કરવા બંદરનો ઊપયોગ કરેછે તથા બીલીમોરા જંકશન આવેલ છે ત્યાંથી વઘઈ નેરોગેજ રેલ્વે લાઈન પ્રસાર થાય છે. અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. ગણદેવી તાલુકાના ગામો : 1.અજરાઈ 2.અમલસાડ 3.અંચેલી 4.અંભેટા 5.આંતલીયા 6.ભાઠા 7.બીલીમોરા 8.છાપર 9.દેસાડ 10.દેવધા 11.દેવસર 12.ધકવાડા 13.ધમડાછા 14.ધનોરી 15.દુવાડા 16.એંધલ 17.ગડત 18.ગણદેવા 19.ગણદેવી 20...
Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણતર પ્રત્યેનો અભિગમ સકારાત્મક બને છે. શીખવામાં રસ પડવાથી વિદ્યાર્થી તેમાં આનંદ અનુભવે છે અને મન લગાવીને અભ્યાસ કરે છે. આ પ્રકારના અભ્યાસથી વિદ્યાર્થ...
Comments
Post a Comment