Posts

૨૧મી જુન: વિશ્વ યોગ દિવસ વિશેષ

Image
 ૨૧મી જુન: વિશ્વ યોગ દિવસ વિશેષ વિશ્વ યોગ દિવસ 2024 અંતર્ગત આવો જાણીએ બાળકો માટે યોગનું શું છે મહત્વ? બાળકને યોગ તરફ વાળવું એ બાળક માટે જીવનભરની એક અમુલ્ય ભેટ બની શકે છે. બાળકોને યોગનો અભ્યાસ કરાવવાથી નકારાત્મક માનસિક અસરો ઓછી અથવા સદંતર નાબૂદ થાય છે. નવસારી, તા૧૯: ભારતીય ઋષિમુનીઓએ પ્રાચીન કાળથી જ યોગને સર્વશ્રેષ્ઠ અને સર્વરોગની જડીબુટ્ટી ગણાવી છે. યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક છે. ભારતના ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં દર્શાવેલા યોગનું મહત્વ આજે જન-જને જાણ્યું છે. આ ઝડપી અને આધુનિક યુગમાં દરેક લોકો યોગ તરફ વળ્યા છે.  યોગ શીખવાની સાચી ઉંમર છ થી આઠ વર્ષની છે, જ્યારે હાડકાં અને સ્નાયુઓ નરમ હોય છે, તેમને જે તરફ વાળવા હોય તે તરફ વાળી શકાય છે. જો બાળકોને 6થી 12 વર્ષની અંદર યોગ માટેની તાલીમ આપવામાં આવે તો તેનાથી તેમને ખૂબ લાભ મળે છે, જે જીવનભર કામ આવે છે.  અત્યારના સમયમાં બાળકોમાં મોટા પ્રમાણમાં મેદસ્વીતા (ઓબેસિટી) જોવા મળે છે. જંક ફૂડ, પેકેટ ફૂડ અને બહારના ખોરાકનું વધારે પડતું સેવન તેનું મુખ્ય કારણ છે. વળી આજકાલના બાળકોમાં આઉટડોર ગેમ્સ રમવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. તેઓ પોતાનો વધારે સમય ટીવી,

Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો.

Image
Navsari : નવસારીના જીલ્લાના કછોલ પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક કિશોરભાઈ આહીરનો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહ યોજાયો. તારીખ:- 20/6/2024 ગુરુવારના રોજ શાળાના મુખ્ય શિક્ષકશ્રી. કિશોરભાઈ મંગાભાઈ આહીર નો નિવૃત્તિ વિદાય સત્કાર સમારોહમાં મુખ્ય મહેમાન શ્રી વિશાલસિંહ રાઠોડ (તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી,નવસારી) ,જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ, મહામંત્રી તથા કારોબારી સભ્ય, તાલુકા શિક્ષણ સંઘના પ્રમુખ, મહામંત્રી, બી.આર.સી.કો.,સી.આર.સી.કો.બીટ નિરીક્ષકશ્રી,ગામના ઉપસરપંચશ્રી,એમના પરિવારજનો, .એમ.સી. સભ્યો, ગામના તેમજ અન્ય આમંત્રિત મહેમાનો, ગ્રામજનો અને બાળકોની હાજરીમાં યોજવામાં આવ્યો.       એમણે તા: -20/ 6 /2000 થી અત્રેની શાળામાં શિક્ષણની સેવામાં જીવન સમર્પિત કરેલ છે. સમગ્ર કાર્યકાળમાં સૌ સાથે સુમેળભર્યા આત્મીયતાના વ્યવહારો હંમેશા યાદ રહેશે.      આપનું નિવૃત્તિ પછીનું શેષ જીવન પરિવાર સાથે આનંદથી પસાર થાય. આપ દીર્ધાયુષી અને સ્વાસ્થય સભર જીવન વ્યતીત કરો એવી સૌની શુભેચ્છાઓ..

ફોટોસ્ટોરી: સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી

Image
ફોટોસ્ટોરી: સોનગઢ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી  માહિતી બ્યુરો, તાપી તા.૨૧ સ્વસ્થ મન+સ્વસ્થ શરીર=સ્વસ્થ સમાજના મંત્ર સાથે આજ રોજ તાપી જિલ્લના સોનગઢ તાલુકા સ્થિત સેન્ટર ઓફ એકસેલન્સ ઇન અક્વાકલ્ચર કામધેનું  યુનિવર્સીટી, ઉકાઈ કેન્દ્ર  ખાતે ૧૦મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી  કરવામાં આવી હતી. સેન્ટર ઓફ ઍક્સલન્સના વડા ડો. સ્મિત લેન્ડે અને અન્ય સ્ટાફે યોગા અને વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી. ફોટોસ્ટોરી માહિતી બ્યુરો, તાપી તા.૨૧ સ્વસ્થ મન+સ્વસ્થ શરીર=સ્વસ્થ સમાજના મંત્ર સાથે આજ રોજ તાપી જિલ્લના સોનગઢ તાલુકા... Posted by  Info Tapi GoG  on  Friday, June 21, 2024

Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ

Image
 Vyara (Tapi) :વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ માહિતી બ્યુરો,તાપી તા.૨૧ શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા  પનિયારી -વ્યારા ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકશ્રીઓએ ઉત્સાહભેર યોગ કરી આપણા ભારતીય સંસ્કૃતિની લગભગ પાંચ હજાર વર્ષ પહેલા શરૂ થયેલી યોગ પ્રણાલીને જીવંત રાખવામાં સહભાગી થયા હતા.બાળકોને માનવ જીવનમાં યોગનું કેટલુ મહત્વ છે તે અંગેની સમજ પુરી પાડી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા તથા યોગગુરુ દિપાલીબેન ડી. શાહ દ્વારા કરવામાં આવેલ છે. વિદ્યા ગુર્જરી પ્રાથમિક અને માધ્યમિક શાળા પનિયારી ખાતે ૧૦ માં ‘વિશ્વ યોગ’ દિનની ઉજવણી કરાઇ - માહિતી બ્યુરો,તાપી તા.૨૧... Posted by Info Tapi GoG on  Friday, June 21, 2024

Nizar, kukarmunda : નિઝરના ખોડદા એકલવ્ય મોડેલ સ્કૂલમાં મુખ્ય શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન

Image
Nizar, kukarmunda : નિઝરના ખોડદા એકલવ્ય મોડેલ સ્કૂલમાં મુખ્ય શિક્ષક સજ્જતા તાલીમનું આયોજન

Valsad,Navsari,Dang News paper updates 21-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara,

Image
    Valsad,Navsari,Dang News paper updates 21-06-2024 :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara, 

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

Image
  Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત પટેલ, જોયલ પટેલ