નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી

 નવસારી જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી


બીલીમોરા નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ સામુહિક સાફસફાઇ હાથ ધરાઇ 

નવસારી,તા.૨૫: સમગ્ર દેશમાં ચાલી રહેલ 'સ્વચ્છતા હી સેવા' અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોની સામુહિક સાફસફાઇ કરવામાં આવી રહી છે. નાગરિકોના આસ્થાનું સ્વરૂપ એવા ધાર્મિક  સ્થળો પણ સ્વચ્છ અને સુંદરતાને વરે તેવા આશયથી જનભાગીદારી સાથે ધાર્મિક સ્થળોએ સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવામાં આવી રહી છે. 

   નવસારી જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોના સામુહિક પ્રયાસના ભાગરૂપે શહેર અને ગ્રામ્ય સ્થળોએ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સામુહિક સાફ સફાઇ યોજાઇ રહી છે. આ અભિયાના હેઠળ આજરોજ બીલીમોરા નગરપાલીકાના દ્વારકાધીશ મંદિર, રામજી મંદિર, સોમનાથ મંદિર, ગાયત્રી મંદિર, સાંઇબાબા મંદિર સહિત નગરપાલીકાના વિવિધ ધાર્મિક સ્થળોએ ગ્રામજનોના સહયોગથી સામુહિક સાફસફાઇ હાથ ધરવામાં આવી હતી. 



Comments

Popular posts from this blog

નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District

ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.