Posts

Showing posts from September, 2024

KHERGAM BRC KALA UTSAV NEWS : નવસારી જિલ્લાનાં ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
  KHERGAM BRC KALA UTSAV  NEWS : નવસારી જિલ્લાનાં  ખેરગામ તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: ખેરગામ: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-નવસારી સંચાલિત અને ખેરગામ બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૪મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ 7 કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ  28 કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.   જેમાં  ચિત્ર સ્પર્ધામાં   બહેજ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઉન્નતિ પટેલ  પ્રથમ ક્રમાંક, ખેરગામ કન્યા શાળાની વિદ્યાર્થિની નિયતિ પટેલ દ્વિતીય ક્રમાંક અને નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની ધૃવી પટેલ તૃતિય ક્રમાંક,  બાળ કવિ સ્પર્ધામાં  નાંધઈ પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની  ઈશા પટેલ  પ્રથમ ક્રમાંક, વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થિની દિવ્યા આહીર દ્વિતીય ક્રમાંક અને મંદિર ફળીયા પ્રાથમિક શાળા (આછવણી)ની ટ્વિંકલ પટેલ તૃતિય ક્રમાંક,  સંગીત ગાયન સ્પર્

DANG BRC KALA UTSAV NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો:

Image
DANG BRC KALA UTSAV  NEWS : ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામા બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ યોજાયો: (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૨૪: જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઇ સંચાલિત અને બી.આર.સી દ્વારા આયોજીત "ગરવી ગુજરાત" થીમ આધારીત તાલુકા કક્ષાનો કલા ઉત્સવ તારીખ ૨૦મી સપ્ટેમ્બરના રોજ ઉજવાયો હતો.  જેમાં બાળ કવિ સ્પર્ધા, સંગીત ગાયન સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને સંગીત વાદન સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજવામા આવી હતી. આ દરેક સ્પર્ધામા તાલુકાના અલગ-અલગ ૧૬ કલસ્ટર પૈકી અલગ અલગ શાળામાંથી કુલ ૬૪ કલાપ્રેમી બાળકોએ ભાગ લીધો હતો.  કલા (આર્ટ) એટલે કાંઇક નવું કરવુ, કલામા બાળક પોતાની અભિવ્યકિત પ્રસ્તુત કરે છે. કલાઓમા શ્રેષ્ઠ કલા ચિત્ર કલા છે. કલા બાળકના વ્યક્તિત્વ વિકાસમા એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. એક બાળકમા કલાના પરિચયના કારણે બૌધ્ધિક ક્ષમતા સ્તર વધે છે. સર્જનાત્મકતામા વધારો થાય છે. આત્મવિશ્વાસ વધે છે. જે બાળકોમા ભણતર સિવાયની જે બીજી કલાઓ રહેલી છે તેને પ્રેરણા મળે છે, તથા તેઓ તેમને ગમતા ક્ષેત્રમા આગળ વધે છે. આ આહવા ખાતે યોજાયેલ કલા ઉત્સવનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધ

Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો.

Image
 Chikhli: ચીખલી બીઆરસી કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. ગરવી ગુજરાત થીમ આધારિત તા.23.09.2024 ના સોમવારના દિને BRC કક્ષાએ  કલા ઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા, ગાયન સ્પર્ધા, વાદન સ્પર્ધા અને બાળ કવિ જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પ્રાથમિક શાળા હરણગામના  રોનક કિરીટભાઈ પટેલ સંગીત વાદનમાં પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ગાયન સ્પર્ધામાં પ્રિન્સ અભિમન્યુ હળપતિ પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. વિજેતા વિદ્યાર્થીઓને સી.આર.સી.શ્રી.કૉ. ઓ. ફડવેલ, બી.આર.સી.શ્રી.કૉ. ઓ. ચીખલી તા.પ્રા.શિ.શ્રી ચીખલી, પ્રમુખ શ્રી ચીખલી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ અને તમામ હોદ્દેદારો, ચીખલી શિક્ષક પરિવાર ગ્રૂપ પે સેન્ટર રાનકુવા શિક્ષક પરિવાર ,હરણગામના ગ્રામજનો ,શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ હરણગામ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. વિજેતા થયેલ બાળકો અને એમને પ્રોત્સાહન અને તાલીમ આપી તૈયાર કરનાર સારસ્વત ભાઈ શ્રી સુનિલભાઈ , સાથી કલાકાર શ્રી ટ્વિન્કલભાઈ , મંજીરા વાદક વિદ્યાર્થી પ્રિન્સ પટેલનો શાળા પરિવાર સાભિનંદન સાથે આભાર માને છે.

જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ

Image
જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, ગામે સામુહિક સાફ સફાઈ: સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરાઇ  'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  નવસારી,તા.૨૧: 'સ્વચ્છતા હી સેવા' અભિયાનની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના છીણમ ગામે સામુહિક સાફ સફાઈ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામે બ્લેક સ્પોટની સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગાંધી જયંતિના રોજ સમગ્ર દેશને સ્વચ્છ બનાવી મહાત્મા ગાંધીજીની સ્વચ્છાંજલી આપવાના આશય સાથે સમગ્ર દેશની સાથે ગુજરાત રાજ્યમાં પણ સ્વચ્છતા ઝુંબેશ શરૂ કરવામાં આવ્યું છે.  ત્યારે નવસારી  જિલ્લામાં 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા' ના સુત્ર સાથે જલાલપોર તાલુકાના છીણમ, સીમળગામ, ડાલકી, સાગરા અને માણેકપોર ગામની સામુહીક સાફ સફાઈ કરવામાં આવી હતી. આ ઉપરાંત તાલુકા વિકાસ અધિકારીશ્રી જલાલપોર દ્વારા  તમામ સ્થળોની સાફ-સફાઈની ચકાસણી કરી સ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું.

Image
 Khergam : “સ્વચ્છ નવસારી,જવાબદારી અમારી” પ્રોગ્રામ અંતર્ગત શામળા ફળીયા પ્રાથમિક શાળામાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરાયું. તારીખ ૨૧-૦૯-૨૦૨૪નાં દિને ઉપરોક્ત વિષય અન્વયે આગામી રજી(બીજી)ઓક્ટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. તેમજ આ વર્ષે સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે આ દિવસને “સ્વચ્છતા ભારત દિવસ” તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે.જેના ભાગ રૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.રજી(બીજી)ઓક્ટોબર ૨૦૨૪ સુધી “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે.જે અન્વયે રાજય સરકાર દ્વારા નિર્મળ ગુજરાત ૨.૦ની કામગીરીને પ્રધાન્યતા ધ્યાને લઈ સમગ્ર રાજયમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૪" અભિયાનને તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા.૩૧મી ઓક્ટોબર ૨૦૨૪ સુધી લંબાવી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું નક્કી કરવામાં આવેલ છે.જે અનુસાર રાજ્યની તમામ ગ્રામ /તાલુકા/જીલ્લા પંચાયતો તેમજ તમામ વિભાગોમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૪નું અમલીકરણ કરવા  અત્રેના જીલ્લામાં “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી"

નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ

Image
  નવસારી વિજલપોર અને ગણદેવી નગપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત સ્વચ્છ શાળા હરીફાઈ યોજાઇ 'સ્વભાવ સ્વચ્છતા - સંસ્કાર સ્વચ્છતા'  ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા જેવી સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃત કરાયા નવસારી,તા.૨૧: સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ નવસારી વિજલપોર નગપાલિકા દ્વારા સ્વચ્છતા હી શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ યોજી બાળકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગણદેવી નગરપાલિકા દ્વારા 'સ્વચ્છતા હી સેવા' અંતર્ગત શૈક્ષણિક સંસ્થાની ભાગીદારી દ્વારા શાળામાં  નિબંધ લેખન, ચિત્રકામ અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું. ગણદેવી નગરપાલિકા ખાતે કારોબારી ચેરમેનશ્રી,આરોગ્ય ચેરમેનશ્રી, બાંધકામ ચેરમેનશ્રી પ્રેરક હાજર રહી બાળકોને  સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા હતા. બન્ને નગરપાલિકા ખાતે શાળામાં બાળકો અને શિક્ષકોએ શાળા કેમ્પસની સામુહિક સફાઇ કરી સ્વચ્છતા જાળવવાનો સંદેશ પાઠવ્યો હતો. 

Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો.

Image
Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ  ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધામાં  નિધિ રાઠોડ પ્રથમ,વાદન સ્પર્ધામાં અભય રાઠોડ પ્રથમ, બાળ કવિ સ્પર્ધામાં મુમતાઝ ભૈયાત  દ્વિતીય અને ગાયન સ્પર્ધા  આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા... Posted by  Moldhara Primaryschool  on  Saturday, September 21, 2024

Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા

Image
Navsari news : કચરામાંથી કંચન બનાવતી નવસારી નગરપાલિકા  ખાસલેખ  ગણેશ ઉત્સવના ૧૦ દિવસ દરમિયાન ૧૬ ટન પુજાપો એકત્રિત કરી ખાતર બનાવ્યું OWC મશીન એટલે કે ઓર્ગાનિક વેસ્ટ કન્વર્ટર મશીનમાં પુજાપા નાખી ૨૪ કલાકમાં બની જાય છે ખાતર નવસારી જિલ્લા તંત્રની સરાહનિય પહેલ ભગવાનની શ્રધ્ધા અને આસ્થા સાથે પર્યાવરણની જાળવણીનો પણ સંકલ્પ આનંદ ચૌદસના દિને વિરાવળ, પુર્ણા નદિ કિનારે, દાંડી ખાતેથી પણ અલગથી પુજાપાના કલેક્શનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી 'વારે તહેવારે તમામના ઘરે ફુલહારનો ઉપયોગ થાય જ છે આ ફુલહારનો ઉપયોગ ખાતર બનાવવામાં થાય તો આપણા શહેરને સ્વચ્છ રાખી શકીએ છે. નવસારી પ્રસાશન દ્વારા આ સારી પહેલ કરવામાં આવી છે.- દુધિયા તળાવ વિસ્તારના શ્રી મહાલક્ષ્મી ગણેશ મંડળના એક જાગૃત નાગરિક શ્રી વિક્રમસિંહ પટેલ નવસારી વિજલપોર નગરપાલિકા દ્વારા ગણેશ ઉત્સવના ૦૯ દિવસમાં ૦૭ ટન અને આનંદ ચૌદસના દિને લગભગ ૦૮ ટન કચરો આમ ૧૦ દિવસમાં કુલ ૧૬ ટન જેટલા પુજાપો એકત્રીત કરી ખાતર બનાવવામાં આવ્યો-નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રી જે.યુ.વસાવા નવસારી,તા.20: ભારત વર્ષમાં ગણેશમહોત્સવને ખુબ ધુમધામથી મનાવવામાં આવે છે. પરંતું ક્યારેક ભક્તિના

Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ

Image
 Gandevi |Bilimora: મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા અંતર્ગત સ્વચ્છતા રેલી યોજાઇ મારું બીલીમોરા, સ્વચ્છ બીલીમોરા  'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે સ્વચ્છતા રેલી યોજાઇ - નવસારી,તા.૧૮: નવસારી જિલ્લામાં આજરોજ 'સ્વચ્છતા હી સેવા'- ૨૦૨૪ અંતર્ગત બીલીમોરા નગરપાલિકા ખાતે N.C.M. શાળા અને નગર પાલિકાના અધિકારી કમ્રચારીઓ, શિક્ષકો સાથે મળી સ્વચ્છતા રેલીનું આયોજન કરવા આવ્યું હતું. જેમાં ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકશ્રીઓ, નગર પાલિકા સ્ટાફ નગરજનોએ સ્વચ્છતા જાળવવાની શપથ લીધી હતી. આ સાથે પ્રતિબંધિત 'પ્લાસ્ટીક બંધ કરો', 'સ્વચ્છતા જાળવો' જેવા સુત્રોચાર કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને સ્વચ્છતાનુ મહત્વ સમજાવામા આવ્યુ હતું.