નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District ઉત્તરમાં સુરત જીલ્લો, પૂર્વમાં ડાંગ જિલ્લો, અને પશ્ચિમમાં અરબિયન સમુદ્રની નજીક નવસારી શહેર આવ્યુ છે, જેનો ઇતિહાસ ખૂબજ સમૃદ્ધ છે. નવસારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારથી “પૂર્ણા” નદી પ્રવેશે છે. અહિ, પુર્ણા નદીની લંબાઇ 36 કિમી છે. નવસારી ગુજરાતનું પ્રાચીન અને ઐતિહાસિક શહેર છે. તે સમુદ્ર સપાટીથી ઉપર હોવાના કારણે ઉનાળામાં પણ હવામાન સારું રહે છે. નવસારી, મુંબઇ અને અમદાવાદ વચ્ચે બ્રોડ ગેજ રેલવે લાઇનનું મહત્વનું સ્ટેશન છે. અમદાવાદ-મુંબઇ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં .8 દ્વારા, પરિવહન બસ સેવા મારફત નવસારી ગુજરાતનાં મોટા શહેરો સાથે જોડાયેલ છે. સ્વતંત્રતા પહેલાં નવસારી જૂના વડોદરા રાજ્યનું મુખ્ય શહેર હતું. 1 લી મે, 1949 થી નવસારીને સુરત જીલ્લામાં સમાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 1964 ના જુન મહિનામાં સુરત જીલ્લામાં સુધારા કરવામાં આવ્યો અને વલસાડ જિલ્લામાં નવસારી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 2 ઓક્ટોબર 1997 ના રોજ નવસારી જિલ્લો અસ્તિત્વમાં આવ્યો. જૂના હસ્તલેખ મુજબ તે જોઇ શકાય છે કે નવસારી 7મી સદીમાં પ્ર...
Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...
ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, હાલ ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, ગણદેવી તાલુકાનાં આજુબાજુના વિસ્તારોમાં શેરડીનો પાક પુષ્કળ થતો હોવાથી ગણદેવીમાં ખાંડ બનાવવાનુ કારખાનું આવેલું છે. ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઇ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલિયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે. ગણદેવી તાલુકામાં ધોલાઈ બંદર આવેલ છે દરિયા કિનારા વિસ્તારમાં લોકો માછીમારી કરવા બંદરનો ઊપયોગ કરેછે તથા બીલીમોરા જંકશન આવેલ છે ત્યાંથી વઘઈ નેરોગેજ રેલ્વે લાઈન પ્રસાર થાય છે. અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. ગણદેવી તાલુકાના ગામો : 1.અજરાઈ 2.અમલસાડ 3.અંચેલી 4.અંભેટા 5.આંતલીયા 6.ભાઠા 7.બીલીમોરા 8.છાપર 9.દેસાડ 10.દેવધા 11.દેવસર 12.ધકવાડા 13.ધમડાછા 14.ધનોરી 15.દુવાડા 16.એંધલ 17.ગડત 18.ગણદેવા 19.ગણદેવી 20...
Comments
Post a Comment