નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો કુલ ૭૦૭૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે

નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો કુલ ૭૦૭૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે

આત્મા પ્રોજેક્ટ હેઠળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં ૬૫૬૮૩ ખેડૂતોને રાજ્ય સરકારે તાલીમ આપી રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનાં આહ્વાન અને પ્રેરણાથી પ્રાકૃતિક કૃષિ ગામેગામ વિસ્તરી નવસારી,તા૧૬: સાંપ્રત સમયમાં કૃષિ સંસ્કૃતિમાં એક સંકલિત શૃંખલા અને ઇકો સિસ્ટમની રચના દ્વારા થતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ખૂબ જ પ્રચલિત થઈ રહી છે. નવસારી જિલ્લામાં આત્મા અંતર્ગત છેલ્લા વર્ષોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો દ્વારા કુલ-૭૦૭૪ એકરમાં વિસ્તારમાં પ્રાકૃતિક કૃષિ વિસ્તારી છે. આત્મા (એગ્રિકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી)દ્વારા હજારો ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિની તાલીમ અને આર્થિક સહાય આપી રહી છે. આ ઉપરાંત એફ.પી.ઓ. થકી વેચાણ કરીને આવક બમણી થતા ખેડૂતોની આર્થિક પરિસ્થિતિમાં ધરખમ સુધારો આવી રહ્યો છે. રાજ્ય કક્ષાએ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને જિલ્લા કક્ષાએ કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા પ્રોજેક્ટ નવસારી દ્વારા આયોજિત થતી ખેડૂત તાલીમમાં વર્ષ ૨૦૨૩-૨૪ સુધીમાં કુલ -૬૫૬૮૩ થી વધુ ખેડૂતોએ તાલીમ લઈને પ્રાકૃત્તિક ખેતીની વિધિવત જાણકારી પ્રાપ્ત કરી છે. તાલીમ મેળવ્યા બાદ અનેક ધરતીપુત્રોએ જમીનની ઉત્પાદકતા વધે તથા જંતુનાશક અને રાસાયણિક ખાતરમુક્ત ખેત પેદાશોના પ્રોત્સાહન આપવા માટે સહર્ષ પ્રાકૃતિક કૃષિનો માર્ગ અપનાવ્યો છે.

નવસારી જિલ્લામાં ૨૧૭૩૬ ખેડૂતો કુલ ૭૦૭૪ એકરમાં પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે - આત્મા પ્રોજેક્ટ હેઠળ દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪...

Posted by Info Navsari GoG on Tuesday, July 16, 2024

Comments

Popular posts from this blog

નવસારી જિલ્લાનો ઇતિહાસ અને જોવાલાયક સ્થળો |History and Places to Visit of Navsari District

ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka

Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો.