Navsari: કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિક શાળા મોલધરા ના બાળકોએ ચિત્રકલા, બાળકવિ, સંગીત ગાયન અને વાદન સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં ચિત્ર સ્પર્ધામાં નિધિ રાઠોડ પ્રથમ,વાદન સ્પર્ધામાં અભય રાઠોડ પ્રથમ, બાળ કવિ સ્પર્ધામાં મુમતાઝ ભૈયાત દ્વિતીય અને ગાયન સ્પર્ધા આપુશી રાઠોડ તૃતીય ક્રમ મેળવ્યો હતો. ભાગ લેનાર તમામ બાળકોને માર્ગદર્શન આપનાર શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. અને બ્લોક લેવલ સ્પર્ધા માટે શુભેચ્છા. વિજેતા બાળકોને સી.આર.સી તરફથી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તા. 19 મી સપ્ટેમ્બર 2024 ના રોજ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ પેરા પ્રા.શાળા, મુકામે યોજાયો હતો.જેમાં પ્રાથમિકશાળા મોલધરા... Posted by Moldhara Primaryschool on Saturday, September 21, 2024
ગણદેવી તાલુકાનો ઇતિહાસ |History of Gandevi Taluka પ્રાચીન સમયમાં વેપારમથક તેમ જ વહાણ બાંધવાના કામ માટે જાણીતું ગણદેવી, હાલ ચીકૂ તેમ જ હાફુસ કેરી માટે પ્રખ્યાત છે. આ તાલુકામાં મુખ્યત્વે ડાંગર, શેરડી, કેરી, ચીકુ, કેળાંની ખેતી થાય છે, ગણદેવી તાલુકાનાં આજુબાજુના વિસ્તારોમાં શેરડીનો પાક પુષ્કળ થતો હોવાથી ગણદેવીમાં ખાંડ બનાવવાનુ કારખાનું આવેલું છે. ગણદેવી તાલુકામાં બીલીમોરા, ગણદેવી અને અમલસાડ નગરો તેમ જ કેસલી, ધમડાછા, અજરાઇ, ઘેકટી, વલોટી, કલમઠા, કછોલી, દેવસર, આંતલિયા, નાંદરખા, ઉંડાચ, ધકવાડા અને વાઘરેચ વગેરે ગામો આવેલાં છે. ગણદેવી તાલુકામાં ધોલાઈ બંદર આવેલ છે દરિયા કિનારા વિસ્તારમાં લોકો માછીમારી કરવા બંદરનો ઊપયોગ કરેછે તથા બીલીમોરા જંકશન આવેલ છે ત્યાંથી વઘઈ નેરોગેજ રેલ્વે લાઈન પ્રસાર થાય છે. અંબિકા, કાવેરી નદી, ખરેરા નદી તેમ જ વેંગણીયા નદી આ તાલુકાની મુખ્ય નદીઓ છે. ગણદેવી તાલુકાના ગામો : 1.અજરાઈ 2.અમલસાડ 3.અંચેલી 4.અંભેટા 5.આંતલીયા 6.ભાઠા 7.બીલીમોરા 8.છાપર 9.દેસાડ 10.દેવધા 11.દેવસર 12.ધકવાડા 13.ધમડાછા 14.ધનોરી 15.દુવાડા 16.એંધલ 17.ગડત 18.ગણદેવા 19.ગણદેવી 20...
Khergam (Pomapal): પોમાપાળ પ્રાથમિક શાળામાં બાળમેળો યોજાયો. તારીખ 27-07-2024નાં શનિવારે ખેરગામ તાલુકાની પોમાપાળ પ્રાથમિક શાળા ખેરગામ ખાતે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ત્રણ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. દરેક સ્ટોલમાં બાળકોને બેસાડી બાળમેળાની પ્રવૃત્તિઓ જેવી કે ચિત્રકામ, ચિટક કામ, કાગળ કામ, માટીકામ, છાપકામ કોલાજ વર્ક, વેસ્ટમાંથી બેસ્ટ બનાવવું, ચિત્રોમાં રંગપૂરણી કરવી, બાળગીતો, બાળ અભિનય ગીત, બાળવાર્તા વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવી જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો શાળાના બાળકોએ શિક્ષકોનાં માર્ગદર્શન હેઠળ બાળમેળાની પ્રવૃત્તિઓની મજા માણી અને રમત સાથે નવું જ્ઞાન મેળવ્યું હતું.
Comments
Post a Comment