Posts

Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા

Image
   Navsari : “વિકાસ સપ્તાહ”ની ઉજવણી અંતર્ગત નવસારી જિલ્લામાં મોડેલ ફાર્મની મુલાકાત કરાવી ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરાયા  નવસારી,તા.૧૪: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુ-શાસનના ૨૩ વર્ષની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં “વિકાસ સપ્તાહ”ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં નવસારી જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ નવસારી તથા જિલ્લા ખેતીવાડી કચેરી દ્વારા પ્રાકૃતિક કૃષિની તાલીમનું સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે. તાલીમ દરમિયાન ખેડૂતોને રાસાયણિક ખેતી છોડીને કોઈ પણ પ્રકારના ખર્ચ વિના, બહારથી કોઈ પણ પ્રકારની સામગ્રી ખરીદ્યા વિના પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.  આજરોજ વાંસદા તાલુકાના મનપુર ગામે ખેડૂતશ્રી નાનુભાઇ ગાવિંતના મોડલ ફાર્મ ખાતે ખેડૂત બહેનો-૩૦ અને ભાઈઓ-૫૨, નવસારી તાલુકાના મોગાર ગામે ૫૧ ખેડૂત બહેનો, ચીખલી તાલુકાના બામણવાડા ગામ ખાતે ખેડૂતશ્રી ગમનભાઇ દેવજીભાઇના મોડલફાર્મ ખાતે ખેડૂત બહેનો-૫૭ અને ભાઈઓ-૦૭, ગણદેવી તાલુકાના વડસાગળ ગામે નરેશભાઈ એલ પટેલના મોડલ ફાર્મ ખાતે ૪૩ ખેડૂત બહેનો, ખેરગામ તાલુકાના ખેડૂત શ્રી રાજેશભા...

Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો.

Image
Ghej|Chikhli: ધેજની ઝાડી ફળિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો. ખેરગામ : ચીખલી તાલુકાના ધેજ ગામની ઝાડી ફળિયા પ્રાથમિક શાળામાં વયમર્યાદાના કારણે નિવૃત્ત થયેલા આચાર્ય અનિલ પટેલનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. ચીખલીના ધેજ ગામની ઝાડી ફળિયામાં છેલ્લા ૨૬-વર્ષથી આચાર્ય તરીકે ફરજ બજાવતા ગામના જ દુકાન ફળિયાના રહીશ અનિલભાઈ વેસ્તાભાઈ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા વિદાય સન્માન સમારોહ યોજાયો હતો.  આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. અમીતાબેન, જિલ્લા ભાજપના મહામંત્રી ડો. અશ્વિનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ રાકેશભાઇ,ઉપપ્રમુખ રમેશભાઇ, તાલુકા પંચાયત સભ્ય ધર્મેશભાઈ, સરપંચ રાકેશભાઈ, પૂર્વ સરપંચ વિનોદભાઈ, શિક્ષકો, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગતગીતમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ ઉપરાંત તમામ બાળકોને નોટબુકનું વિતરણ કરાયું હતું. અનિલભાઈને શાલ ઓઢાડી સન્માન કરી સ્મૃતિભેટ આપવામાં આવી હતી. અનિલભાઇ પટેલે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી :

Image
 Khergam:;નવસારી જિલ્લાની ખેરગામ તાલુકાની શામળા ફળીયા પ્રાથમિક  શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લીધી : વિકાસ સપ્તાહ: ખેરગામ તાલુકો ખેરગામ શામળા ફળીયા પ્રા.શાળા: તા: ૯: પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતના સફળ અને સર્વગ્રાહી વિકાસયાત્રાના ૨૩ વર્ષની સફળતાની ઉજવણીના ભાગરૂપે વિકાસ સપ્તાહની સમગ્ર રાજ્યમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે નવસારી જિલ્લાની વિવિધ  શાળાઓમાં વિદ્યાર્થીઓએ ‘ભારત વિકાસની પ્રતિજ્ઞા’ લેવામાં આવી રહી છે. જેમાં શામળા ફળીયા પ્રાથમિક શાળા ખેરગામની શાળામાં "ભારત વિકાસની પ્રતિજ્ઞા"ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આજરોજ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત ખેરગામ તાલુકાની શામળા  ફળીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞાબદ્ધ થયા હતા. નવસારી જિલ્લામાં વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા, રાષ્ટ્ર પ્રથમના મંત્રને જીવનમંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે તન-મન અને ધનથી અવિરત પ્રયાસરત રહીશની પ્રતિજ્ઞા ગ્રહણ કરી હતી. ત્યારબાદ ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત શાળામાં વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ...

કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર

Image
કચ્છ જિલ્લાનું ભુજ સ્મૃતિવન મેમોરિયલ :ભૂકંપ બાદ વડાપ્રધાનશ્રીએ જિલ્લાની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને બનાવ્યું છે અગ્રેસર ભૂકંપના સદગતોની યાદમાં વડાપ્રધાનશ્રીની વિશ્વને આપેલી અદભૂત ભેટ એટલે ભુજનું સ્મૃતિવન મેમોરિયલ ૦૦૦૦ ભૂકંપ પછી પુનવર્સનની ગાથા દર્શાવતા સ્મૃતિવનને આર્કિટેક્ચર અને ડિઝાઇન ક્ષેત્રના પ્રતિષ્ઠીત Prix Versailles એવોર્ડ દ્વારા વિશ્વના સૌથી સુંદર ૭ મ્યૂઝિયમ્સની યાદીમાં મળ્યું છે સ્થાન  ૦૦૦૦ ભુજ, મંગળવાર   વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૩ વર્ષના સફળ, સબળ અને સમર્થ નેતૃત્વની ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ તરીકે ઉજવણી થઇ રહી છે. ત્યારે છેલ્લા ૨૩ વર્ષના નિ: સ્વાર્થ નેતૃત્વમાં કચ્છના પનોતા પુત્ર એવા વડાપ્રધાનશ્રીએ કચ્છની કાયાપલટ કરીને વિવિધ ક્ષેત્રેમાં કચ્છને અગ્રેસર કર્યું છે. ભૂકંપની થપાટમાંથી કચ્છને બેઠું કરવામાં અને વિકાસના મીઠા ફળની ભેટ આપવામાં ગુજરાત રાજયના મુખ્યમંત્રીના કાર્યકાળથી લઇને વર્તમાન વડાપ્રધાનશ્રી તરીકેના કાર્યકાળમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છને વિકાસની હરોળમાં હંમેશા અગ્ર સ્થાન આપ્યું છે. કચ્છને પાણીદાર બનાવવામાં, ઉદ...

Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ.

Image
Navsari :નવસારી જિલ્લામાં "ભારત વિકાસ" પ્રતિજ્ઞા દ્વારા "વિકાસ સપ્તાહ"નો પ્રારંભ. જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે સહિત ઉચ્ચ અધિકારીઓએ સામૂહિક 'ભારત વિકાસ' પ્રતિજ્ઞા લીધી નાગરિકોને ભારત વિકાસ પ્રતિજ્ઞામાં સહભાગી થઇ  https://pledge.mygov.in/bharat-vikas/  પોર્ટલ પર ઓનલાઈન લઈને પ્રમાણપત્ર મેળવવા જિલ્લા તંત્રનો અનુરોધ નવસારી,તા.૦૮: ગત તા.૭ થી આગામી ૧૫ ઓક્ટોબર-૨૦૨૪ સુધી "વિકાસ સપ્તાહ"ની ઉજવણીનો પ્રારંભ કરાયો છે. આ ઉજવણીના ભાગરૂપે નવસારી જિલ્લા કલેકટર કચેરી ખાતે આજરોજ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોષી સહિત જિલ્લા વહીવટી તંત્રના અન્ય અધિકારી-કર્મચારીઓ દ્વારા સામુહિક "ભારત વિકાસ" પ્રતિજ્ઞા લઇ નવસારી જિલ્લામાં "વિકાસ સપ્તાહ"નો ભવ્ય પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી   https://pledge.mygov.in/bharat-vikas/  પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. નવસારીના સૌ નાગરિકો આ પ્રતિજ્ઞામાં સહભાગી થવા તથા પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ પોર્ટલ ઉપરથી મેળવવા નવસાર...

Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ

Image
 Vansda National Park: વાંસદા નેશનલ પાર્ક નવતાડના વન કર્મીઓ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજાઇ  વન્ય પ્રાણી સપ્તાહ-૨૦૨૪ ની ઉજવણી (ડાંગ માહિતી બ્યુરો) આહવા: તા: ૮: ડાંગ જિલ્લામા વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે. જે કાર્યક્રમ અંતર્ગત દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાની સુચના તથા બોટાનિકલ ગાર્ડન-વઘઇના અધિક્ષક શ્રી એન.એમ.પંડ્યાના માર્ગદર્શન હેઠળ, વાંસદા નેશનલ પાર્ક-નવતાડના રેંજ સ્ટાફ દ્વારા મહુવાસથી ખરજઇ રોડ પર મીની મેરેથોન દોડ યોજી જિલ્લા કક્ષાના 'વન્ય પ્રાણી સપ્તાહ’ -૨૦૨૪’ની ઉજવણી કરવામા આવી હતી.  આ મેરેથોનમા દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી તથા વ્યારા જિલ્લાના ભાઇઓ-બહેનોએ ભાગ લીધો હતો. દોડમાં એક થી ત્રણ નંબર લાવનાર દોડવીરોને પ્રોત્સાહિત ઇનામો તથા પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.  આ પ્રસંગે જિલ્લા સદસ્યશ્રી, વન વિભાગનો સ્ટાફ, સરપંચશ્રીઓ, સ્થાનિક ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા....

Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ.

Image
Dharampur: ધરમપુર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે તાલુકા કક્ષાની વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઈ. તારીખ: ૦૨-૧૦-૨૦૨૪ થી ૦૮-૧૦-૨૦૨૪ સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી-૨૦૨૪ અંતર્ગત તારીખ ૦૭-૧૦-૨૦૨૪નાં દિને  ઔદ્યોગિક સંસ્થા ધરમપુર ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો. ભારત સરકારના પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા આ વર્ષે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ઉજવણીનો મુખ્ય હેતુ છે વન્યપ્રાણીઓના સંરક્ષણની મહત્વતા પર જાગૃતિ લાવવી અને લોકોમાં પર્યાવરણ પ્રત્યેની સંવેદના વિકસાવવી. વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં પર્યાવરણ, જંતુઓ, પક્ષીઓ અને પ્રકૃતિના સંરક્ષણ માટે જાગૃતિ ફેલાવવાનો છે. વન્ય પ્રાણીઓ આપણા પર્યાવરણ માટે મહત્વપૂર્ણ છે અને તેમનું સંરક્ષણ જીવનચક્ર માટે આવશ્યક છે. આ સપ્તાહ દરમિયાન વિધાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક સમાજને વન્ય પ્રાણીઓ અને તેમની સંરક્ષણની જરૂરિયાત વિશે માહિતી આપવામાં આવી. સાંઈનાથ હોસ્પિટલ, ધરમપુરનાં ડો. ધીરૂભાઈ સી. પટેલ સાહેબ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણીની શરૂઆત કરવામાં આવી. તેમણે વિધાર્થીઓને...