Posts

Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ

Image
Tapi news : તાપીના આદિમ જૂથ સમુદાયને સરકારશ્રીના યોજનાકિય લાભો આપી મુખ્યધારામાં લાવવાનો પ્રયાસ *તાપી જિલ્લાના ૧૭૫ ગામોના ૬ હજારથી વધુ કુટુંબોના ૨૭,૩૯૭ લોકોને ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડી વિકાસની મુખ્ય ધારામાં જોડવાનું મહા અભિયાન એટલે PM-JANMAN :-જિલ્લા વિકાસ અધિકારીશ્રી વીએન.શાહ* - *PM-JANMAN અભિયાન અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહના અધ્યક્ષસ્થને પત્રકાર પરિષદ યોજાઇ* (માહિતી બ્યુરો તાપી) તા.૨૩- ભારત સરકારશ્રી દ્વારા આદિમ જૂથ સમુદાય (PVTG) ના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના લાભો આપી વિકાસની મુખ્યધારામાં લાવવા માટે ૨૩ ઓગષ્ટ થી ૧૦ સપ્ટેમ્બર સુધી બીજા તબકાનો PMJANMAN મહા અભિયાનનો પ્રારંભ કરાયો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આદિમજૂથની વસ્તી ધરાવતા ગામોમાં તમામ કુટુંબોને આવરી લઈ ૧૧ જેટલી સુવિધાઓ પુરી પાડવા માટે અંદાજીત રૂપિયા ૨૪ હજાર કરોડ જેટલા અંદાજીત ખર્ચની જોગવાઈ કરવામાં આવી છે.તાપી જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સો ટકા સિધ્ધિ હાંસલ થાય તે માટે કુલ ૬૮ જેટલા કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી વી.એન.શાહ (IAS) એ પત્રકાર

વાંસદાના આદિવાસીઓમાં પ્રખ્યાત તોરણીયા ડુંગરના મેળાનું ભવ્ય આયોજન

Image
 વાંસદાના આદિવાસીઓમાં પ્રખ્યાત તોરણીયા ડુંગરના મેળાનું ભવ્ય આયોજન

નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ

Image
  નવસારી જિલ્લા ખાતે PC &PNDT Act- ૧૯૯૪ અંતર્ગત ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઇ આગામી ગણપતિ ઉત્સવ અને નવરાત્રી દરમ્યાન વધારે જાહેર જનતા એકઠ્ઠા થતા હોય તેવા સ્થળો ઉપર PC & PNDT Act અંતર્ગત "બેટી વાધાઓ - બેટી પઢાવો" વિષે લોકોમાં જાગૃતિ લાવવા  બાબતના પ્રચાર પ્રસાર કરવા અને દિવાળી દરમ્યાન સ્કૂલો અને કોલેજોમાં "બેટી વાધાવો - બેટી પઢાવો" વિષય પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવાબાબતનો એકશન પ્લાન ઘડાયો* - નવસારી, તા.22:  PC &PNDT Act-૧૯૯૪ અંતર્ગત આજરોજ જિલ્લા એપ્રોપ્રિએટ ઓથોરિટી PC &PNDT સહ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી નવસારી ડૉ. રાજેન્દ્ર રંગુનવાલાનાના ચેમ્બરમાં ચેરપર્સન પી.સી.& પી.એન.ડી.ટી. એડવાઈઝરી કમિટીની અધ્યક્ષતામાં કમિટી સભ્યો સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં પી.સી.& પી.એન.ડી.ટી. ડિસ્ટ્રીક્ટ એડવાઇઝરી કમિટીની બેઠક યોજવામા આવી હતી. આ બેઠકમા The PC & PNDT Act-૧૯૯૪ હેઠળ નવસારી જિલ્લામાંથી આવેલ નવા રજીસ્ટ્રેશન, નામ કમી અને રીન્યુ માટે આવેલી અરજીઓને બહાલી આપવા ઉપરાંત મિટિંગના તમામ મુદ્દાઓ બાબતે ચર્ચા કરવામા આવી હતી.  જેમા ખાસ કરીને આગામી

Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી

Image
 Valsad|Umargam|Bhilad:ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્ટી રેગિંગ સપ્તાહની ઉજવણી  માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૨૨ ઓગસ્ટ  વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રિન્સિપલ ડૉ. દિપક ધોબીના અધ્યક્ષ સ્થાને ડૉ. હરદીપ ખાચર દ્વારા એન્ટી-રેગિંગ સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત એન્ટિ-રેગિંગ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરી UGC (યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન) અને સેન્ટર ફોર યુથ (C4Y) પહેલમાં ભાગ લીધો હતો. ડૉ. હરદીપ ખાચરે વક્તવ્ય આપ્યું હતું. વિદ્યાર્થીઓને એન્ટિ-રેગિંગ વિષય પર UGC અને MHRD, ભારત દ્વારા નિર્દેશિત એક ટૂંકી ફિલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અન્ય સ્ટાફ સભ્યો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી જોવા મળી હતી

Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara.

Image
Valsad,Navsari,Dang News paper updates :Valsad, Vapi, Kaprada,Umargam, Dharampur,Pardi, Nana Pondha, Mota Pondha,Navsari, Jalalpor, Gandevi, chikhli, Khergam, vansda,Dang, Ahwa, Vaghai, Subir, Saputara. Post courtesy: Divya Bhaskar news(VAPI ) 21-08-2024

વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.

Image
વાંસદા ખાતે લોકનૃત્ય - શાસ્ત્રીય નૃત્ય 2024-25 તાલીમ શિબિર સમાપન કાર્યક્રમ યોજાયો.  નવસારી,તા૨૦: ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા આયોજિત લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલિમ શિબિરનો સમાપન  કાર્યક્રમ તાલુકા પંચાયત  વાંસદાના પ્રમુખશ્રી  દિપ્તીબેન  પટેલના અધ્યક્ષ  સ્થાને  યોજાયો  હતો. રમતગમત, યુવા અને  સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ  હસ્તકના  ગુજરાત  રાજ્ય સંગીત નાટક  અકાદમી અને દ્વારા લોકનૃત્ય -શાસ્ત્રીય નૃત્ય તાલીમ શિબિર નવસારી જિલ્લામાં  યોજાઈ  હતી. જેમાં  પ્રાચીન અર્વાચીન  રાસ- ગરબા  અને  શાસ્ત્રીય  નૃત્યમાં  ભરતનાટ્યમ અને કથ્થક નૃત્યની  સાત  દિવસીય  વર્કશોપ નટરંગ  ડાન્સ એકેડેમી,  ગોપાલજી  મંદિર  હોલ, નવસારી  ખાતે યોજાઈ હતી તેમજ પરંપરાગત લોકનૃત્ય  તાલીમ  શિબિર શ્રી એલ.આર.કોન્ટ્રાકટર સાર્વજનિક  હાઈસ્કૂલ,  પીપલખેડ  વાંસદા  ખાતે યોજવામાં  આવી  હતી.  આ શિબિરમાં ડાંગી  નૃત્ય તેમજ  આદિવાસી  લોકનૃત્યના   અન્ય પ્રકારોની  તાલીમ આપવામાં આવી  હતી.    ગુજરાતની ઓળખસમા લોકનૃત્ય અને  ભાતિગળ  સંસ્કૃતિ ક્ષેત્રે રૂચિ  ધરાવતા  યુવક / યુવતીઓને  પોતા

વિવિધ સુરક્ષા દળોના જવાનોએ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમને સહર્ષ વધાવ્યો..

Image
વિવિધ સુરક્ષા દળોના જવાનોએ ગુજરાત રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમને સહર્ષ વધાવ્યો...  💐💐proud of Indian army❤️, 🫡salute them🫡 આપણા સૈનિકોની વાત સાંભળીને આપણને પણ ભાવુક બનાવતી રોમાંચિત વાતો, કપરી પરિસ્થિતિમાં પણ તેઓ આપણી સુરક્ષા પ્રદાન કરે છે. તેઓ ફકત ને ફક્ત દેશની સુરક્ષા માટે ફના થનારા વીરો છે. સલામી જો આપવી હોય તો, જ્યાં પણ તેઓ મળે ત્યારે એક આપણા સૈનિકોને જરૂરથી સલામી આપજો. આપણને પણ દેશભક્તિનો  અહેસાસ જરૂરથી થશે. ..........એક શિક્ષક જવાનોની રક્ષા, દેશની સુરક્ષા... વિવિધ સુરક્ષા દળોના જવાનોએ રાજ્યની આંગણવાડીની બહેનોનો રાખડી રૂપી પ્રેમ સહર્ષ વધાવ્યો... #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on Monday, August 19, 2024 Heartfelt thanks from our brave soldiers to the ICDS sisters who sent them Rakhis! Your thoughtfulness has made their day. #RakhiWithSoldiersGuj Posted by  INFO Valsad GOV  on  Monday, August 19, 2024 रक्षकों के लिए रक्षासूत्र... गुजरात की आंगनवाड़ी की बहनों द्वारा राखी के रूप में सुरक्षा और समृद्धि का आशीर्वाद भेजने पर सुरक्षा दलों के जवानों ने