ખેરગામના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા – નિપુણ ભારત અંતર્ગત એક પ્રેરણાદાયી પ્રયાસ.
ખેરગામના વિદ્યાર્થીઓ માટે વાર્તા સ્પર્ધા – નિપુણ ભારત અંતર્ગત એક પ્રેરણાદાયી પ્રયાસ. ખેરગામ તાલુકામાં 2024-25 શૈક્ષણિક વર્ષ માટે ‘નિપુણ ભારત’ કાર્યક્રમ અંતર્ગત બાળવાર્તા સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. જીસીઇઆરટી, ગાંધીનગર દ્વારા ગિજુભાઈ બધેકાના જન્મમાસ નવેમ્બરથી રાજ્યવ્યાપી આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ખેરગામ તાલુકામાં યોજાયેલી આ સ્પર્ધામાં ખેરગામ, શામળા ફળિયા, બહેજ , પાટી અને પાણીખડક સી.આર.સી.નાં 15 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તબક્કાવાર સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું. ફાઉન્ડેશનલ સ્ટેજ (ધોરણ 1-2) પ્રથમ ક્રમાંક – શાનવી ઉદયભાઈ પટેલ (ધોરણ -૧) (નાંધઈ પ્રા. શાળા) દ્વિતિય ક્રમાંક – દિયાંશી બિપીનભાઈ માહલા (ધોરણ -૧) (જામનપાડા પ્રા. શાળા) તૃતિય ક્રમાંક – રીતી ભાવિનભાઈ આહિર ( ધોરણ -૧) (બહેજ પ્રા. શાળા) પ્રિપેરેટરી સ્ટેજ (ધોરણ 3-5) પ્રથમ ક્રમાંક – રૂહી અરૂણભાઈ પટેલ (ધોરણ -૩) (જામનપાડા પ્રા. શાળા) દ્વિતિય ક્રમાંક – ભવ્યા વિપુલકુમાર પટેલ (ધોરણ -૩) (બહેજ પ્રા. શાળા) તૃતિય ક્રમાંક – મેરીલ નિર્લેપભાઈ પટેલ (ધોરણ -૪) (પાણીખડક પ્રા. શાળા) મિડલ સ્ટેજ (ધોરણ 6-8) પ્રથમ ક્ર...