Posts

Showing posts from August, 2024

ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો.

Image
 ખેરગામ જનતા માઘ્યમિક શાળા ખાતે ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ 2024-2025 ઉજવાયો. કમિશનર  યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તથા જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનું યુવા મહોત્સવ 2024 -25 નું આયોજન તારીખ 29/ 8/2024 ને ગુરૂવારના રોજ જનતા માધ્યમિક શાળા ખેરગામ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સમારંભના અધ્યક્ષ તરીકે ખેરગામ તાલુકાના મામલતદાર શ્રી દલપતભાઈ ઉપસ્થિત રહ્યા હતા,  શાળાનું સંચાલક મંડળ પ્રમુખશ્રી અરવિંદભાઈ, ચેરમેનશ્રી પ્રશાંતભાઈ,કોષાધ્યક્ષ જગદીશભાઈ  કારોબારી સભ્ય હર્ષદભાઈ  ઉપસ્થિત રહ્યા હતા  સમગ્ર સ્પર્ધામાં ખેરગામ તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સમૂહ ગીત, લોકગીત,ચિત્રકલા જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો  તેમજ તમામ સ્પર્ધાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુથી જિલ્લા કક્ષાએથી ઉમેશ મહેતા, નિલેશ પટેલ અને લલિત પટેલ  નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા.તમામ સ્પર્ધાઓમાં જે વિદ્યાર્થ...

ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું.

Image
ગણદેવી તાલુકાના અમલસાડ સરી સ્ટેશન કન્યા શાળા -૧ નું શાળા કક્ષાનું વિજ્ઞાન પ્રદર્શન- 2024/25 યોજાયું. શાળા કક્ષાનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૪/૨૫ શાળાના સભાખંડમાં તાલુકા પંચાયત ગણદેવીના પ્રમુખશ્રી માન.પ્રશાંતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયું,  જેમાં અતિથી વિશેષ ગણદેવી બીઆરસી કો-ઓ. શ્રીમતી સોનલબેન કનેરીયા, ગણદેવી પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ ટંડેલ, અમલસાડ ગામના સરપંચશ્રી નિલેશભાઈ નાયક, ઉપસ્થિત રહ્યા. એસએમસી અધ્યક્ષ શ્રી મોહનભાઇ પટેલ તેમજ સમગ્ર એસએમસી સભ્યોના સહકાર અને પ્રચાર પ્રસારથી મોટી સંખ્યામાં વાલીઓ પ્રદર્શન નિહાળવા ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી થઈ . મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું.  ધોરણ ૬ થી ૮ની કુલ ૩૬ કૃતિ અને ધોરણ ૩ થી ૫ની ૩૫ મળી કુલ ૭૧ કૃતિઓ પ્રદર્શન માટે મૂકવામાં આવી. તમામ બાળકોએ પોતાની જિજ્ઞાસા વૃતિથી અને વાલીઓની મદદથી પોતાનો પ્રોજેકટ તૈયાર કર્યો હતો. સમગ્ર માર્ગદર્શન વિજ્ઞાન શિક્ષકશ્રી સંજયભાઈ અને બી.એડના તાલીમાર્થી ફોરમબેન વશી દ્વારા આપવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓએ પોતાની સૂઝ-બૂઝનો ઉપયોગ કરીને વાલીઓના સહ...

ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત

Image
  ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ દ્વારા ખેરગામ તાલુકાનાં પૂર અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત   ખેરગામ તાલુકામાં પણ પૂરના પાણી લોકોના ઘરમાં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે અધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોને ત્વરિત પગલાં ભરવા માટે સૂચન કર્યા. ખેરગામ તાલુકામાં પણ પૂર ના પાણી લોકોના ઘર માં ભરાઈ જતાં અધિકારીઓ સાથે પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે... Posted by  Naresh Patel  on  Sunday, August 25, 2024

નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી.

Image
નવસારી જિલ્લાની જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. જમાલપોર પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી ની ઉજવણીની એક ઝલક dt-24/08/24 Posted by  Jamalpore Primary School  on  Sunday, August 25, 2024

વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો

Image
                                            વીર કવિ નર્મદની ૧૯૧મી જન્મજયંતિના પાવન અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ યુનિવર્સિટીનો ૫૫મો વિશેષ પદવીદાન સમારોહ યોજાયો ૧૨ વિદ્યાશાખાના ૮૫ અભ્યાસક્રમોના ૩૯,૬૬૬ યુવા છાત્ર-છાત્રાઓને પદવીઓ એનાયત  ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાનની પૂજા થાય છે: પ્રેમ, સદ્દભાવ અને કરૂણાનું વાવેતર કરે તે જ્ઞાન  માનવીય અભિગમ સાથે મેળવેલું શિક્ષણ દેશની પ્રગતિનો પાયો  સુશિક્ષિત હોવું પૂરતું નથી, ગુણવાન અને સુસંસ્કૃત હોવું જરૂરી છે                                  :- શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા આધુનિક સમયમાં ક્રિએટીવ અને ક્રિટીકલ થિન્કીંગ સાથેનું અનુભવજન્ય શિક્ષણ મેળવવું અતિ આવશ્યક: પૂર્વ કુલપતિ પ્રો.રમેશચંદ્ર કોઠારી યુવાધનને નવા પડકારો ઝીલવા સજ્જ બની શ્રેષ્ઠ રાજ્ય અને રાષ્ટ્રના નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપવાનો અનુરોધ કરતા કુલપતિ ડો.કે.એન....